Sunday 27 February 2011

સૌરાષ્ટ્ર ની સફરે



પ્રકરણ ૧                                                                             રાજકોટ માં રખડપટ્ટી

તા=૧૯/૧૨/૨૦૧૦,વાર રવિવાર, સમય બપોરનાં ૨.૪૫ ની આસપાસ. હું રાજકોટ નાં રેલ્વે સ્ટેશને અમદાવાદ- વેરાવળ ટ્રેનની રાહ જોતો હતો, કારણકે મારાં ફ્રેન્ડ મારા ઘરે આવવાનાં હતાં. રેલ્વેના વંશ-પરંપરાગત નિયમ મુજબ ટ્રેન ૨૦ મિનિટ મોડી હતી, ને ૩.૧૫ ની આસપાસ ટ્રેને રાજકોટમાં એન્ટ્રી લીધી. તરસ્યો માણસ પાણી જોઇને ખુશ થાય તેમ હું ટ્રેન ને જોઇને ખુશ થયો. એક
ડબ્બામાં મેં દિવ્યરાજ ,પ્રતિક,પ્રહલાદ ને આકાશ ને ઉભેલા જોયા. ટ્રેન ઉભી રહિને સૌ પ્રથમ દિવ્યરાજ એ નીલ આમસ્ટ્રોંગ ની જેમ ડાબો પગ રાજકોટ ની ધરા પેર મુકિને રાજકોટ ને પાવન કરી દિધુ. દિવ્યરાજ,્પ્રતિક,પ્રહલાદ,આકશ એ ટ્રૈન માથી એવી રીતે ઉતર્યા કે જેમ દેવતા સ્વર્ગ માથી પ્રુથ્વી પર આવતા હોઇ. પછી અમે બધા રાજકોટ ની જંક્સન પ્લોટ ની બજાર ચીરીને શિયાળા ના મીઠા તડકા મા ચાલતા ચાલતા મારા ઘરે પહોચ્યા.અમે બધાએ નાસ્તો કયો. પછી મે મારુ ઘર બતાવ્યુ. પછી તે લોકોએ  મારા ફેમેલી સાથે થોડી વાતો કરી.. પછી અમારે નક્કી કરવાનુ હતુ કે અમારે બહાર કયા જવુ છે? ઘ્ણી ચર્ચા પછી ખરડો પસાર થયો કે મોલ મા જાય કારણ કે મોલમા જ હોય ‘માલ-સામાન’. મારા ભાઇ સહીત ૬ જણા રીક્ષા કરીને બિગ બજાર પહોચ્યા. એકાદ કલાક તેમા ચક્કર મારીને ઇસ્કોન મોલ પહોચ્યા. તેમા ઇમોલ મા પ્રતિકે બધા લેપટોપ ની  પુછપરછ આદરી. દિવ્યરાજ ને પ્રતીકે ધક્કા મારીને ઇમોલ ન મેનેજર અમને બહાર ન કાઢી ન મુકે ત્યા સુધી પુછપરછ કરી. ત્યારબાદ અમે બહાર નીકળી ને માટલા ગુલ્ફી ખાધી. પછી અમે પગપાળા કિસ્ટોલ મોલ પોહ્ચ્યા. રવિવાર હોવાથી કિસ્ટોલમોલમા કિડિયાણુ ઉભરાયુ હોય તેવુ લાગતુ હતુ. કિસ્ટ્લમોલ મા અમે સો પ્રથમ કોમા મા ગયા. પ્રતિક તો લેપટોપ જોવા ઉપડી ગયો.અમે બધા આમ તેમ ડાફોડીયા મારતા હતા. ત્યા મારી નજર એક જગ્યાએ અટકી. કારણકે મે એક રૂપરૂપ નો અંબાર હોય તેવી છોકરી ને જોય તેને જોય ને મને શિયાળા મા ગરમી ચડ્વા લાગી મારી આખો ના નંબર ઉતરવા લાગ્યા[કારણકે વેદો મા લખ્યુ છે હરિયાલ જોવાથી આખ ના નંબર ઉતરે છે] મે જોયુ તો પ્રહલાદ ની નજર પણ ત્યા જ હતી. દિવ્યરાજ આગળ અમે મોબાઇલ માગ્યો કે લાવ ફોટો પાડી લઈએ આ તો આઠ્મી અજાયબી છે પણ દિવ્યરાજે નિલજતા થી ના પાડી ને મને પાચંમો હ્રદય હુમલો આવ્યો.(પહેલા ચાર નો ઇતીહાસ પછી કહીશ) પણ પ્રહલાદ ના ચાઇના ના મોબાઇલે મારા મા જીવ પુર્યો. અમે ફોટા પાડ્યા પણ રવીવાર ની પબ્લીક ને ચાઈના નો મોબાઈલ………………્મારે કાઇ કહેવાની જરૂર નથી ને………પછી અમે રીક્ષા કરીને ફનવર્લ્ડ પહોચ્યા. ત્યા અમે કાવો પીધો.ગરમાગરમ કાવા એ અમને શિયાળા મા પરસેવો પાડી દિધો.પ્રતીકે આના કાની કર્યા પછી જ કાવો પીધો.ત્યાથી અમે ઘરે પહોચ્યા. રાત નુ જમીને અમે સોડા પીવા ગયા. ત્યારે સમય થયો હતો રાતના ૧૧;૧૫ ની આસપાસ. અમે ઘરે આવીને સુવાની તૈયારી કરી. કાલે અમારે સવાર્ના ૭;૩૦ ની ટ્રૈન પકડવાની હતી.
                                  શુ અમે ટ્રૈન પકડી શકીશુ?જો ટ્રૈન પકડાય તો પાચમાથી કેટલા વ્યક્તી નાહીને સોમનાથ આવશે? તેના જવાબ આવતા પ્રકરણ માં……………………….


                                          **********