Sunday 26 June 2011

સૌરાષ્ટ્ર ની સફરે(પ્રકરણ ૨ )

પ્રકરણ ૨ નવો દિવસ રાજકોટ નુ રેલ્વે સ્ટેશન ધમધમી રહ્યુ હતુ.ઘણો શોરબકોર થતો હતો. ૭;૩૦ ની ટ્રૈન હતી અને અમે ૭;૨૫એ સ્ટેશન મા આવ્યા હતા .ટિકીટ લેવા ની લાઇન બહુ મોટી હતી..હુ લાઇન મા ઉભો રહ્યો અને મારા મિત્રો થોડે દુર ઉભા હતા. ત્યા જ ટ્રૈને સીટી મારી. મારી આગળ હજી દસ વ્યક્તી ઉભા હતા. હજી કેટ્લી વાર લાગ્શે તેવુ હુ મનમા જ બબડ્યો. મારા હ્રદય ના ધબકાર મેગ્લેવ ટ્રૈન ની માફક ધબક્તા હતા.ત્યા જ ટ્રૈને બીજી સીટી(વીસલ)મારીને ચાલતી થઇ.આકશે કહ્યુ કે નિશાંત ચાલ ટીકીટ નથી લેવી. અમે પાંચેય મિત્રો જેમ ભુખ્યા કુત્રા જમવાનુ જોઇને દોડે તેવી રીતે અમે ટ્રૈન ની પછળ ભાગ્યા. ટ્રૈન એ પોતાની ઝડપ વધારવા લાગી. અમે પણ બધી તાકાત વાપરીને તેની પછળ દોડ્યા. અમે દોડવામા જેટલી તાકાત વાપરી તેટલી જો જી.ટી.યુ. મા વાપરી હોત તો ટોપ કર્યુ હોત. ત્યા આકાશ ટ્રૈન મા ચડી ગયો.આકાશે પોતાનો હાથ અમને ટ્રૈન માં ખેચવા માટે લંબાવ્યો.પ્રતીકે પોતાનો હાથ આકાશ ના હાથમા મુક્યો. ને આકાશે પ્રતીક ને ટ્રૈન મા ખેંચી લીધો અને ફરીથી પોતનો હાથ લંબાવ્યો. પ્રહલાદે પણ પોતનોહાથ લંબાવ્યો પણ ટ્રૈન ની ઝડપ ખુબ જ વધી ગઇ હતી. હિન્દી પીક્ચર ની જેમ બે ભાઇઓ જુદા પડતા હોય તેમ આકશ ને પ્રહલાદ જુદા પડી ગયા.ટ્રૈન અમારા (દિવ્યરાજ,્પ્રહલાદ,નિશાત)થી દુર નિકળી ગઇ.ને ક્ષિતીજ મા સમાવા લાગી. અચાનક તેમા ધડાકો થયો,ને અમે રાજકોટ ના સ્ટેશન મા ઉભા ઉભા તે જોયુ ને મ્હો માથી રાડ નિકળી ગઇ. અચાનક મારી આંખ ખુલી. હુ મારા ઘરે મારી પથારી માં સુતો હતો. આવુ ભયંકર સપનુ મને આવ્યું હતુ. મે મારી ડાબી બાજુ જોયુ તો મારા બધા ફ્રેન્ડ હજુ સુતા હતા. મે મોબાઇલ મા સમય જોયો તો ૩;૧૫ થયા હતા. હુ પાછો સુઇ ગયો. સવારના ૫;૧૭ ની આસપાસ મારા દાદી એ મને ઉઠાડ્યો. પછી મે મારા બધા ફ્રેંડ ને ઉઠાડ્યા. ધીમે ધીમે અમે તૈયાર થયા. પ્રતીકે નાહવાની થોડી આનાકાની કરી પણ અંતે તે બાથરૂમ મા ગયો. (તે બાથરૂમ મા નાહ્યો કે નહી તે રામ જાણે?) અમે તૈયાર થયા. આકશે વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સ નુ પેન્ટ પહેર્યુ હતુ. તેને જોઇને હુ અવાચક થઈ ગયો.આકાશ વ્હાઇટ શર્ટ મા પીઝા પર લાગેલા બટર જેવો મસ્ત લાગતો હતો. ત્યા મારી નઝર પ્રહલાદ પર પડી.,પ્લે બોય નુ લાલ ટી-શર્ટ ને બ્લુ જીન્સ પહેર્યુ હતુ. જેમ કાદવ મા કમળ ચમકી ઉઠે તેમ તે અમારા વચ્ચે ચમક્તો હતો..ત્યા મારી નજર પ્રતીક પર પડી તેણે કાળુ ટી-શર્ટ પેહર્યુ હતુ. દિવ્યરાજ એ કોફી ટી-શર્ટ ને બ્લુ જીન્સ નુ પેન્ટ પહેર્યુ હતુ.જો આંધળી છોકરી દિવ્યરાજ ને જોવે તો સીટી તો મારેજ તેવો જોરદાર લાગતો હતો. પછી અમે બધા એ નાસ્તો કરીને રેલ્વે સ્ટેશન ગયા.મારા સપનામાં આવ્યુ હતુ તેવુ કાંઇ થયુ નહી. ને અમે ટિકિટ લઈ ને ટ્રેન માં બેઠા.ત્યાં જ ટ્રેન પાદી ( ધુમાડા છોડ્યા ને વિસલ વગાડી),ને શરૂ થઈ અમારી સફર .ભકિતનગર,રિબડા,સીબડા,ગોંડલ,ને વિરપુર જેવા ગામો આવ્યા ને ગયા.અચાનક ટ્રેન વિરપુર મા ૧૫ મિનિટ થી ઉભી હતી. વિરપુરમાં ટ્રેન શું કામ ઉભી હતી?વિરપુર આગળ કોઈ બે ટ્રેન અથડાઈ હતી કે શુ? ટ્રેન ઉપડશે કે નહી? તેના જવાબ આવતા પ્રકરણ માં…………………. ********

No comments:

Post a Comment