Sunday 27 February 2011

સૌરાષ્ટ્ર ની સફરે



પ્રકરણ ૧                                                                             રાજકોટ માં રખડપટ્ટી

તા=૧૯/૧૨/૨૦૧૦,વાર રવિવાર, સમય બપોરનાં ૨.૪૫ ની આસપાસ. હું રાજકોટ નાં રેલ્વે સ્ટેશને અમદાવાદ- વેરાવળ ટ્રેનની રાહ જોતો હતો, કારણકે મારાં ફ્રેન્ડ મારા ઘરે આવવાનાં હતાં. રેલ્વેના વંશ-પરંપરાગત નિયમ મુજબ ટ્રેન ૨૦ મિનિટ મોડી હતી, ને ૩.૧૫ ની આસપાસ ટ્રેને રાજકોટમાં એન્ટ્રી લીધી. તરસ્યો માણસ પાણી જોઇને ખુશ થાય તેમ હું ટ્રેન ને જોઇને ખુશ થયો. એક
ડબ્બામાં મેં દિવ્યરાજ ,પ્રતિક,પ્રહલાદ ને આકાશ ને ઉભેલા જોયા. ટ્રેન ઉભી રહિને સૌ પ્રથમ દિવ્યરાજ એ નીલ આમસ્ટ્રોંગ ની જેમ ડાબો પગ રાજકોટ ની ધરા પેર મુકિને રાજકોટ ને પાવન કરી દિધુ. દિવ્યરાજ,્પ્રતિક,પ્રહલાદ,આકશ એ ટ્રૈન માથી એવી રીતે ઉતર્યા કે જેમ દેવતા સ્વર્ગ માથી પ્રુથ્વી પર આવતા હોઇ. પછી અમે બધા રાજકોટ ની જંક્સન પ્લોટ ની બજાર ચીરીને શિયાળા ના મીઠા તડકા મા ચાલતા ચાલતા મારા ઘરે પહોચ્યા.અમે બધાએ નાસ્તો કયો. પછી મે મારુ ઘર બતાવ્યુ. પછી તે લોકોએ  મારા ફેમેલી સાથે થોડી વાતો કરી.. પછી અમારે નક્કી કરવાનુ હતુ કે અમારે બહાર કયા જવુ છે? ઘ્ણી ચર્ચા પછી ખરડો પસાર થયો કે મોલ મા જાય કારણ કે મોલમા જ હોય ‘માલ-સામાન’. મારા ભાઇ સહીત ૬ જણા રીક્ષા કરીને બિગ બજાર પહોચ્યા. એકાદ કલાક તેમા ચક્કર મારીને ઇસ્કોન મોલ પહોચ્યા. તેમા ઇમોલ મા પ્રતિકે બધા લેપટોપ ની  પુછપરછ આદરી. દિવ્યરાજ ને પ્રતીકે ધક્કા મારીને ઇમોલ ન મેનેજર અમને બહાર ન કાઢી ન મુકે ત્યા સુધી પુછપરછ કરી. ત્યારબાદ અમે બહાર નીકળી ને માટલા ગુલ્ફી ખાધી. પછી અમે પગપાળા કિસ્ટોલ મોલ પોહ્ચ્યા. રવિવાર હોવાથી કિસ્ટોલમોલમા કિડિયાણુ ઉભરાયુ હોય તેવુ લાગતુ હતુ. કિસ્ટ્લમોલ મા અમે સો પ્રથમ કોમા મા ગયા. પ્રતિક તો લેપટોપ જોવા ઉપડી ગયો.અમે બધા આમ તેમ ડાફોડીયા મારતા હતા. ત્યા મારી નજર એક જગ્યાએ અટકી. કારણકે મે એક રૂપરૂપ નો અંબાર હોય તેવી છોકરી ને જોય તેને જોય ને મને શિયાળા મા ગરમી ચડ્વા લાગી મારી આખો ના નંબર ઉતરવા લાગ્યા[કારણકે વેદો મા લખ્યુ છે હરિયાલ જોવાથી આખ ના નંબર ઉતરે છે] મે જોયુ તો પ્રહલાદ ની નજર પણ ત્યા જ હતી. દિવ્યરાજ આગળ અમે મોબાઇલ માગ્યો કે લાવ ફોટો પાડી લઈએ આ તો આઠ્મી અજાયબી છે પણ દિવ્યરાજે નિલજતા થી ના પાડી ને મને પાચંમો હ્રદય હુમલો આવ્યો.(પહેલા ચાર નો ઇતીહાસ પછી કહીશ) પણ પ્રહલાદ ના ચાઇના ના મોબાઇલે મારા મા જીવ પુર્યો. અમે ફોટા પાડ્યા પણ રવીવાર ની પબ્લીક ને ચાઈના નો મોબાઈલ………………્મારે કાઇ કહેવાની જરૂર નથી ને………પછી અમે રીક્ષા કરીને ફનવર્લ્ડ પહોચ્યા. ત્યા અમે કાવો પીધો.ગરમાગરમ કાવા એ અમને શિયાળા મા પરસેવો પાડી દિધો.પ્રતીકે આના કાની કર્યા પછી જ કાવો પીધો.ત્યાથી અમે ઘરે પહોચ્યા. રાત નુ જમીને અમે સોડા પીવા ગયા. ત્યારે સમય થયો હતો રાતના ૧૧;૧૫ ની આસપાસ. અમે ઘરે આવીને સુવાની તૈયારી કરી. કાલે અમારે સવાર્ના ૭;૩૦ ની ટ્રૈન પકડવાની હતી.
                                  શુ અમે ટ્રૈન પકડી શકીશુ?જો ટ્રૈન પકડાય તો પાચમાથી કેટલા વ્યક્તી નાહીને સોમનાથ આવશે? તેના જવાબ આવતા પ્રકરણ માં……………………….


                                          **********

2 comments:

  1. hi new part of story is about to arrive..

    ReplyDelete
  2. પ્રકરણ ૨ નવો દિવસ
    રાજકોટ નુ રેલ્વે સ્ટેશન ધમધમી રહ્યુ હતુ.ઘણો શોરબકોર થતો હતો. ૭;૩૦ ની ટ્રૈન હતી અને અમે ૭;૨૫એ સ્ટેશન મા આવ્યા હતા .ટિકીટ લેવા ની લાઇન બહુ મોટી હતી..હુ લાઇન મા ઉભો રહ્યો અને મારા મિત્રો થોડે દુર ઉભા હતા. ત્યા જ ટ્રૈને સીટી મારી. મારી આગળ હજી દસ વ્યક્તી ઉભા હતા. હજી કેટ્લી વાર લાગ્શે તેવુ હુ મનમા જ બબડ્યો. મારા હ્રદય ના ધબકાર મેગ્લેવ ટ્રૈન ની માફક ધબક્તા હતા.ત્યા જ ટ્રૈને બીજી સીટી(વીસલ)મારીને ચાલતી થઇ.આકશે કહ્યુ કે નિશાંત ચાલ ટીકીટ નથી લેવી. અમે પાંચેય મિત્રો જેમ ભુખ્યા કુત્રા જમવાનુ જોઇને દોડે તેવી રીતે અમે ટ્રૈન ની પછળ ભાગ્યા. ટ્રૈન એ પોતાની ઝડપ વધારવા લાગી. અમે પણ બધી તાકાત વાપરીને તેની પછળ દોડ્યા. અમે દોડવામા જેટલી તાકાત વાપરી તેટલી જો જી.ટી.યુ. મા વાપરી હોત તો ટોપ કર્યુ હોત. ત્યા આકાશ ટ્રૈન મા ચડી ગયો.આકાશે પોતાનો હાથ અમને ટ્રૈન માં ખેચવા માટે લંબાવ્યો.પ્રતીકે પોતાનો હાથ આકાશ ના હાથમા મુક્યો. ને આકાશે પ્રતીક ને ટ્રૈન મા ખેંચી લીધો અને ફરીથી પોતનો હાથ લંબાવ્યો. પ્રહલાદે પણ પોતનો હાથ લંબાવ્યો પણ ટ્રૈન ની ઝડપ ખુબ જ વધી ગઇ હતી. હિન્દી પીક્ચર ની જેમ બે ભાઇઓ જુદા પડતા હોય તેમ આકશ ને પ્રહલાદ જુદા પડી ગયા.ટ્રૈન અમારા (દિવ્યરાજ,્પ્રહલાદ,નિશાત)થી દુર નિકળી ગઇ.ને ક્ષિતીજ મા સમાવા લાગી. અચાનક તેમા ધડાકો થયો,ને અમે રાજકોટ ના સ્ટેશન મા ઉભા ઉભા તે જોયુ ને મ્હો માથી રાડ નિકળી ગઇ. અચાનક મારી આંખ ખુલી. હુ મારા ઘરે મારી પથારી માં સુતો હતો. આવુ ભયંકર સપનુ મને આવ્યું હતુ. મે મારી ડાબી બાજુ જોયુ તો મારા બધા ફ્રેન્ડ હજુ સુતા હતા. મે મોબાઇલ મા સમય જોયો તો ૩;૧૫ થયા હતા. હુ પાછો સુઇ ગયો. સવારના ૫;૧૭ ની આસપાસ મારા દાદી એ મને ઉઠાડ્યો. પછી મે મારા બધા ફ્રેંડ ને ઉઠાડ્યા. ધીમે ધીમે અમે તૈયાર થયા. પ્રતીકે નાહવાની થોડી આનાકાની કરી પણ અંતે તે બાથરૂમ મા ગયો. (તે બાથરૂમ મા નાહ્યો કે નહી તે રામ જાણે?) અમે તૈયાર થયા. આકશે વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સ નુ પેન્ટ પહેર્યુ હતુ. તેને જોઇને હુ અવાચક થઈ ગયો.આકાશ વ્હાઇટ શર્ટ મા પીઝા પર લાગેલા બટર જેવો મસ્ત લાગતો હતો. ત્યા મારી નઝર પ્રહલાદ પર પડી.,પ્લે બોય નુ લાલ ટી-શર્ટ ને બ્લુ જીન્સ પહેર્યુ હતુ. જેમ કાદવ મા કમળ ચમકી ઉઠે તેમ તે અમારા વચ્ચે ચમક્તો હતો..ત્યા મારી નજર પ્રતીક પર પડી તેણે કાળુ ટી-શર્ટ પેહર્યુ હતુ. દિવ્યરાજ એ કોફી ટી-શર્ટ ને બ્લુ જીન્સ નુ પેન્ટ પહેર્યુ હતુ.જો આંધળી છોકરી દિવ્યરાજ ને જોવે તો સીટી તો મારેજ તેવો જોરદાર લાગતો હતો. પછી અમે બધા એ નાસ્તો કરીને રેલ્વે સ્ટેશન ગયા.મારા સપનામાં આવ્યુ હતુ તેવુ કાંઇ થયુ નહી. ને અમે ટિકિટ લઈ ને ટ્રેન માં બેઠા.ત્યાં જ ટ્રેન પાદી ( ધુમાડા છોડ્યા ને વિસલ વગાડી),ને શરૂ થઈ અમારી સફર .ભકિતનગર,રિબડા,સીબડા,ગોંડલ,ને વિરપુર જેવા ગામો આવ્યા ને ગયા.અચાનક ટ્રેન વિરપુર મા ૧૫ મિનિટ થી ઉભી હતી.
    વિરપુરમાં ટ્રેન શું કામ ઉભી હતી?વિરપુર આગળ કોઈ બે ટ્રેન અથડાઈ હતી કે શુ? ટ્રેન ઉપડશે કે નહી?
    તેના જવાબ આવતા પ્રકરણ માં………………….
    ********

    ReplyDelete